રશિયાની હાયપરસોનિક મિસાઇલથી કીવમાં કચ્ચરઘાણ.
રશિયાની હાયપરસોનિક મિસાઇલથી કીવમાં કચ્ચરઘાણ.
Published on: 25th May, 2026

રશિયાએ યુક્રેન પર કરેલા ભીષણ હુમલામાં હાયપરસોનિક ઓરેશનિક મિસાઇલનો ઉપયોગ કર્યો હતો. યુક્રેનનાં એરફોર્સ અનુસાર આ હુમલામાં ૬૦૦ સ્ટ્રાઇક ડ્રોન અને ૯૦ હવા, સમુદ્ર અને જમીનથી લોન્ચ કરવામાં આવેલી મિસાઇલ સામેલ હતી. યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમે ૫૪૯ ડ્રોન અને ૫૫ મિસાઇલોને નષ્ટ કરી હતી અથવા જામ કરી હતી. એરફોર્સે જણાવ્યું હતું કે લગભગ ૧૯ મિસાઇલો પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી.