E20 પેટ્રોલથી એન્જિનને નુકસાનના પુરાવા નથી, શુદ્ધ પેટ્રોલ નહીં મળે: સંસદમાં સરકાર
E20 પેટ્રોલથી એન્જિનને નુકસાનના પુરાવા નથી, શુદ્ધ પેટ્રોલ નહીં મળે: સંસદમાં સરકાર
Published on: 21st July, 2026

કેન્દ્ર સરકારે સંસદમાં સ્પષ્ટ કર્યું છે કે દેશભરમાં E20 (20% ઇથેનોલ મિશ્રિત) પેટ્રોલ જ ઉપલબ્ધ રહેશે, શુદ્ધ પેટ્રોલ (E0) કે E10 પેટ્રોલની સમાંતર સપ્લાયનો કોઈ પ્રસ્તાવ નથી. પેટ્રોલિયમ રાજ્યમંત્રી સુરેશ ગોપીએ રાજ્યસભામાં જણાવ્યું કે E20 બળતણના ઉપયોગથી વાહનોના એન્જિન ખરાબ થવાના કે પ્રદર્શનમાં ઘટાડો થવાના કોઈ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી. લોજિસ્ટિક્સ અને ખર્ચની જટિલતા તેમજ ઓટોમોબાઈલ કંપનીઓ દ્વારા E20 વાહનો પર વોરંટી (Warranty) જાળવી રાખવાને કારણે જૂના વિકલ્પો પર પાછા ફરવાનો કોઈ વિચાર નથી.