૧૦૦ વર્ષે ચિત્તા જેવી બિલાડીની નવી પ્રજાતિ મળી આવી
૧૦૦ વર્ષે ચિત્તા જેવી બિલાડીની નવી પ્રજાતિ મળી આવી
Published on: 19th September, 2026

બોલિવિયામાં ૧૦૦ વર્ષ બાદ વૈજ્ઞાનિકોએ બિલાડીની એક નવી પ્રજાતિ શોધી કાઢી છે, જે દેખાવમાં ચિત્તા જેવી પણ વજનમાં પાલતુ બિલાડી કરતાં ઓછી છે. 'લિયોપાર્ડસ તિલકાયો' નામની આ રહસ્યમય બિલાડી યુંગાસ જંગલોમાં જોવા મળી હતી, જેનો ખોરાક અને રહેણીકરણી હજુ અજાણ છે. ૨૦૧૭માં એક સ્થાનિક નાગરિકને રસ્તા કિનારે તેનું બચ્ચું મળ્યું હતું. બાયોલોજિસ્ટ પાઓલા નોગાલેસ-અસ્કારુંજ તેના ચિત્તા જેવા ડાઘ જોઈને આશ્ચર્યચકિત થયા હતા. DNA ટેસ્ટથી આ નવી પ્રજાતિનું ૧૪ લાખ વર્ષ જૂનું રહસ્ય ખુલ્યું.