મોન્સૂન ટ્રફ હિમાલય તરફ, દેશમાં 45 ડિગ્રી જેવી ગરમી
મોન્સૂન ટ્રફ હિમાલય તરફ, દેશમાં 45 ડિગ્રી જેવી ગરમી
Published on: 14th July, 2026

હાલ દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસુ નબળું પડ્યું છે. આગામી 6-7 દિવસ ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં નોંધપાત્ર વરસાદની શક્યતા નથી. ગુજરાતમાં પણ છૂટાછવાયા વિસ્તાર સિવાય વરસાદ નહીંવત રહેશે. મોન્સૂન ટ્રફ હિમાલય તરફ સરકવાથી મધ્ય અને પશ્ચિમ ભારત પર અસર ઘટી છે. સૂકા પવનોને કારણે વરસાદી સિસ્ટમ નબળી પડી છે. ઊંચા ભેજને કારણે 37-38 ડિગ્રી તાપમાન હોવા છતાં 43-45 ડિગ્રી જેવી ગરમી અનુભવાશે. ગુજરાતના અનેક શહેરોમાં ગરમી-ઉકળાટ વધશે.