ગુજરાતના આ 11 જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના આ 11 જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Published on: 14th July, 2026

હવામાન વિભાગે આગામી 3 કલાક માટે નાઉ કાસ્ટ જાહેર કરતાં ગુજરાતના 11 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. દાહોદ, પંચમહાલ, મહીસાગર, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, મોરબી અને જામનગરમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, સાથે પવનની ગતિમાં પણ વધારો થવાની શક્યતા છે. લોકોને સાવચેતી રાખવાની અને વીજળી પડે ત્યારે સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ અપાઈ છે.