સૌરાષ્ટ્ર-કચ્છને ઘરઆંગણે ન્યાય: હાઇકોર્ટ બેંચ માટે વકીલોનું મહાઆંદોલન
સૌરાષ્ટ્ર-કચ્છને ઘરઆંગણે ન્યાય: હાઇકોર્ટ બેંચ માટે વકીલોનું મહાઆંદોલન
Published on: 14th July, 2026

સૌરાષ્ટ્ર અને કચ્છના લાખો પક્ષકારોને ઝડપી અને સસ્તો ન્યાય મળે તે માટે રાજકોટ ખાતે ગુજરાત હાઇકોર્ટની બેંચ સ્થાપવા વકીલોએ ફરી એકવાર આંદોલનનું રણશિંગુ ફુક્યું છે. આ મામલે આગામી 25મી તારીખે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ બાર એસોસિએશનના પ્રતિનિધિઓની મહાબેઠકનું આયોજન કરાયું છે. જેમાં આગામી આંદોલનની વ્યૂહરચના નક્કી કરવામાં આવશે. રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા અને સેક્રેટરી નિલેશ પટેલે જણાવ્યું કે, રાજકોટમાં હાઇકોર્ટ બેંચ કાર્યરત થાય તો કચ્છ, પોરબંદર જેવા અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા પક્ષકારોનો સમય, શક્તિ અને નાણાંનો વ્યય થતો અટકશે.