Texas માં Valero ઓઇલ રિફાઇનરીમાં મોટો વિસ્ફોટ, આકાશમાં કાળા ધુમાડાના ગોટા દેખાયા!
Texas માં Valero ઓઇલ રિફાઇનરીમાં મોટો વિસ્ફોટ, આકાશમાં કાળા ધુમાડાના ગોટા દેખાયા!
Published on: 24th March, 2026

Texas ના પોર્ટ આર્થરમાં Valero Energy રિફાઇનરીમાં ભયાનક વિસ્ફોટ થયો. ધ્રુજારી આસપાસના વિસ્તારોમાં પણ અનુભવાઈ. રિફાઇનરીની ક્ષમતા પ્રતિદિન 380,000 બેરલ કાચા તેલની છે. શહેરના પશ્ચિમ ભાગમાં રહેતા લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી. ફાયર ફાઈટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને જાનહાનિના કોઈ અહેવાલ નથી. Valero Energy દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું.