Hormuz સ્ટ્રેટમાં કુવૈતી તેલ ટેન્કર પર મિસાઈલ હુમલો
હોર્મુઝની સામુદ્રધુનીમાં કુવૈતી તેલ ટેન્કર 'M/T અલ દાસ્મા' પર મિસાઈલ હુમલો થયો, જેમાં ૨૧ ભારતીય ક્રૂ સવાર હતા. હુમલા બાદ જહાજમાં આગ લાગી હતી પરંતુ તમામ ભારતીયો સુરક્ષિત છે. આ ઘટના ૨૧ ઓક્ટોબરે બની હતી. છેલ્લા ૧૦ દિવસમાં ભારતીય ક્રૂ ધરાવતા જહાજ પર આ બીજો હુમલો છે, જેના પગલે ભારતે દરિયાઈ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
