ઇન્ડોનેશિયાની પાકિસ્તાન, તુર્કી સાથે રક્ષા ડીલ
ઇન્ડોનેશિયા તેની સેનાને મજબૂત કરવા માટે ભારત સાથે બ્રહ્મોસ મિસાઈલ સહિત શસ્ત્રો અને ટેકનોલોજી મેળવી રહ્યું છે. આ સાથે, તેણે પાકિસ્તાન, તુર્કી અને કતાર સાથે "બદ્ર" સંરક્ષણ સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારનો ઉદ્દેશ્ય લશ્કરી ઉત્પાદનમાં સહયોગ વધારવો, ક્ષમતાઓ વિકસાવવી અને સંયુક્ત સંશોધન તથા વિકાસ કરવાનો છે, જે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ઇન્ડોનેશિયાની સ્થિતિ મજબૂત કરશે.
