ઇટાલીમાં Gen-Alphaએ જ્યોર્જિયા મેલોનીનો વધાર્યો તણાવ
ઇટાલીમાં શિક્ષણના મુદ્દે Gen-Alpha પેઢીના યુવાનો દ્વારા મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા છે. શનિવારે થયેલા પ્રદર્શન દરમિયાન, વિરોધીઓએ અંદાજે 4400 કરોડ રૂપિયાની મિલકતને આગ લગાવી દીધી હતી. પોલીસે 200 થી વધુ લોકોની ધરપકડ કરી છે, જેમાં મોટાભાગના 16 વર્ષથી ઓછી ઉંમરના છે. વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ આ ઘટના માટે ડાબેરીઓને દોષી ઠેરવ્યા છે અને જનતાને શાંતિ જાળવવા અપીલ કરી છે.
