ઈરાન-અમેરિકા વચ્ચે જીનીવામાં મંત્રણા બાજી બગાડવા ઈઝરાયેલની પૂરેપૂરી તૈયારી
ઈરાન-અમેરિકા વચ્ચે જીનીવામાં મંત્રણા બાજી બગાડવા ઈઝરાયેલની પૂરેપૂરી તૈયારી
Published on: 22nd June, 2026

અમેરિકા-ઈરાન વચ્ચેની ટોચ કક્ષાની અહીં યોજાઈ રહેલી અતિ સંવેદનશીલ મંત્રણા ઉપર વિશ્વ સમસ્તની નજર હતી. મંત્રણાની સંવેદનશીલતા એટલી બધી છે કે તેમાં અમેરિકા તરફથી ભાગ લેવા તેના ઉપપ્રમુખ જે.ડી. વાન્સ પોતે ઉપસ્થિત રહ્યા. સૌ કોઈ તે આશા બાંધી રહ્યા કે, વોશિંગ્ટન-તહેરાન વચ્ચે સત્તાવાર સમજૂતી થતાં તે ઉપર બંને દેશોના અગ્રીમ પ્રતિનિધિઓના હસ્તાક્ષર થશે. તેવે સમયે જ ઈઝરાયલે લેબેનોન ઉપર હુમલો કરી બાજી બગાડી નાખવાનો દાવ ખેલ્યો છે. ઈઝરાયલી વાયુસેનાએ માત્ર લશ્કરી મથકો ઉપર જ હુમલા નથી કર્યા પરંતુ રહેણાંકના વિસ્તારો ઉપર પણ મિસાઇલ્સ છોડતાં ૭ના તો મોત થયા છે.