અમેરિકામાં સ્થાનિક સાથે મારપીટ બદલ ગુજરાતી યુવકની ધરપકડ
અમેરિકામાં સ્થાનિક સાથે મારપીટ બદલ ગુજરાતી યુવકની ધરપકડ
Published on: 29th May, 2026

દારૂની દુકાનમાં ગ્રાહક પર બેઝબોલ બેટથી હુમલાનો આરોપઆરોપી ધવલ અમરતભાઇ પટેલ અમેરિકામાં ગેરકાયદે રહેતા હોવાની જાણ ધરપકડ બાદ થઇન્યૂયોર્ક: અમેરિકામાં દારૂની દુકાને કામ કરતા એક ગુજરાતીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, દુકાને એક ગ્રાહક પર હુમલો કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. ધરપકડ બાદ સામે આવ્યું કે આરોપી ગુજરાતી શખ્સ અમેરિકામાં ઘણા સમયથી ગેરકાયદે રહે છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકાના મેસેચૂસેટ્સમાં રહેતા ગુજરાતી ધવલ અમરતભાઇ પટેલની વોરસેસ્ટર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.