દારૂની હેરાફેરી ઝડપાઈ: ગાંધીનગર શેરથા ટોલટેક્સ પાસેથી ₹12.59 લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો જપ્ત, રાજસ્થાનના બે આરોપી પકડાયા
Published on: 10th June, 2025
ગાંધીનગર જિલ્લામાં શેરથા ટોલટેક્સ નીચે વિદેશી દારૂની હેરાફેરી કરતી સફેદ કિયા સેલ્ટોસ કારને પોલીસે ઝડપી લીધી છે.મહેસાણા-અડાલજ રોડ પર બાતમીના આધારે તપાસ દરમિયાન, એક કારમાંથી 1503 ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો, બિયરના ટીન અને ક્વાર્ટ મળી આવ્યા હતા, જેની કુલ કિંમત 2,39,392 રૂપિયા છે. વધુમાં, ૧૦ લાખ રૂપિયાની કિંમતની એક કાર અને ૨૦ હજાર રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન સાથે કુલ રૂ. 12,59,392 નો મુદ્દામાલ ઝડપાયો છે. રાજસ્થાનના ચેતન મુકનાજી લવાર અને દેવીલાલ જગદીશ બિશ્નોઇને અટકાવવામાં આવ્યા છે. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી અને પી.ડી.મણવરના માર્ગદર્શનમાં અડાલજ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે.

Published at: June 10, 2025
Read More at દિવ્ય ભાસ્કર