ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર
ફ્રાન્સમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો અને કર્ફ્યુને પગલે, પેરિસ સ્થિત ભારતીય દૂતાવાસે ફ્રાન્સમાં રહેતા અને મુસાફરી કરતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી છે. નાગરિકોને સતર્ક રહેવા, ભીડભાડવાળા વિસ્તારો ટાળવા અને સ્થાનિક અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે. ફ્રાન્સમાં વધતી મોંઘવારી, જાહેર સેવાઓમાં ઘટાડો અને શિક્ષણ અંગેના અસંતોષને કારણે શહેરોમાં હિંસા ફાટી નીકળી છે.
