રશિયાના યુક્રેન પર હુમલામાં 5ના મોત, 25 ઘાયલ
રશિયાએ યુક્રેન પર કરેલા મિસાઇલ અને ડ્રોન હુમલામાં કીવમાં ત્રણ અને ખાર્કિવમાં બે લોકોના મોત થયા છે, જ્યારે ૨૫ નાગરિકો ઘાયલ થયા છે. આ હુમલામાં રહેણાંક મકાનો અને ઉર્જા પુરવઠાને પણ નુકસાન થયું છે. દરમિયાન, રશિયન પ્રમુખ પુતિને યુક્રેન યુદ્ધના અંત બાદ સુરક્ષા વ્યવસ્થા સ્થાપવા માટે કીવ અને વોશિંગ્ટન સાથે ત્રિપક્ષીય વાતચીત કરવા સંમતિ દર્શાવી છે.
