FitsAirની કોલંબો-અમદાવાદ સીધી ફ્લાઇટ!
FitsAirની કોલંબો-અમદાવાદ સીધી ફ્લાઇટ!
Published on: 19th June, 2026

FitsAir એરલાઇને અમદાવાદથી કોલંબો વચ્ચે સીધી ફ્લાઇટ સેવા શરૂ કરી છે, જેનાથી ગુજરાતના પ્રવાસીઓ માત્ર 3 કલાક 40 મિનિટમાં શ્રીલંકા પહોંચી શકશે. આ નવી હવાઈ સેવા 19 જૂન 2026 થી શરૂ થઈ છે અને સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા સાથે મળીને શરૂ કરાઈ છે. આ સીધી ફ્લાઇટ સેવા સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને બંદારનાયકે ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે કાર્યરત થશે. આ રૂટ પર અદ્યતન એરબસ વિમાનો, સપ્તાહમાં ત્રણ દિવસ ઉડાન અને અનુકૂળ સમયપત્રક સાથે મુસાફરોને ઝડપી અને આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે.