ઈરાનના ઘાતક મિસાઈલ પ્રોગ્રામમાં રશિયાનો હાથ?
ઈરાનના ઘાતક મિસાઈલ પ્રોગ્રામમાં રશિયાનો હાથ?
Published on: 02nd September, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ વચ્ચે, ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ રશિયા ઈરાનને અત્યાધુનિક સુપરસોનિક ક્રુઝ મિસાઈલ બનાવવામાં ગુપ્ત રીતે મદદ કરી રહ્યું છે. 'C430L' કોડનેમ હેઠળના આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પશ્ચિમ એશિયામાં અમેરિકન યુદ્ધ જહાજોને નિશાન બનાવવાનો છે. રશિયાની રોસોબોરોનેક્સપોર્ટ અને NPO માશિનોસ્ટ્રોયેનિયા આ પ્રોગ્રામ સાથે જોડાયેલા છે. આ પ્રોજેક્ટ ઈરાનને 'રેમજેટ એન્જિન ટેક્નોલોજી' વિકસાવવામાં મદદ કરશે, જે મિસાઈલોને અતિ ઝડપી અને શોધવી મુશ્કેલ બનાવશે. રશિયન નિષ્ણાતો ઈરાની ટીમને ડિઝાઇન, ફ્લાઇટ-ટેસ્ટિંગ ડેટા અને ટેકનિકલ માર્ગદર્શન આપી રહ્યા છે. આ સહયોગ યુએસ નેવી માટે ગંભીર ખતરો સાબિત થઈ શકે છે.