નેપાળમાં ભયાનક પૂરે મચાવ્યો હાહાકાર
નેપાળમાં ભયાનક પૂરે મચાવ્યો હાહાકાર
Published on: 02nd September, 2026

નેપાળમાં વિનાશક પૂરે ભારે તબાહી સર્જી છે, જેના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. પૂર અને ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક ૧૧૨૭ પર પહોંચ્યો છે, જ્યારે ૪,૦૦૦ થી વધુ લોકો હજુ પણ ગુમ હોવાથી ચિંતા વધી છે. બાળકો અને વયસ્કો માનસિક વેદના ભોગવી રહ્યા છે. ભારતે પાંચમી રાહત સામગ્રી અને બચાવ ટીમ મોકલી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે ૧૧ સભ્યોની વિશેષ બચાવ ટીમ, સાધનો અને દવાઓ સાથેનું ભારતીય વિમાન નેપાળ માટે રવાના કર્યું છે. આંતરરાષ્ટ્રીય ટીમો જોખમી વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. મૃતદેહોની ઓળખ એક મોટો પડકાર છે.