બ્રિટનમાં રોયલ નેવીનું સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ, ત્રણ ક્રૂ સભ્યોના દુઃખદ મોત
બ્રિટનમાં રોયલ નેવીનું સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ, ત્રણ ક્રૂ સભ્યોના દુઃખદ મોત
Published on: 03rd June, 2026

બ્રિટનના ડેવોન કાઉન્ટીમાં તાલીમ અભ્યાસ દરમિયાન રોયલ નેવીનું Merlin Mk4 Helicopter દુર્ઘટનાગ્રસ્ત થયું. આ ગંભીર અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર ત્રણ ક્રૂ સભ્યોના દુઃખદ અવસાન થયા છે. સવારે લગભગ 4 વાગ્યા પહેલાં આ Merlin Mk4 Helicopter ખેતરમાં તૂટી પડ્યું હતું. હાલ દુર્ઘટનાના ચોક્કસ કારણની તપાસ ચાલી રહી છે. રોયલ નેવીના અધિકારીઓ અને બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડા શોક અને સંવેદના વ્યક્ત કરી છે.