ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ વિશ્વ પ્રસિદ્ધ સ્ટેટ રેસિંગ સ્પર્ધામાં બોટાદના યુવાનનો ડંકો
ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ વિશ્વ પ્રસિદ્ધ સ્ટેટ રેસિંગ સ્પર્ધામાં બોટાદના યુવાનનો ડંકો
Published on: 27th May, 2026

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં યોજાયેલી વિશ્વપ્રસિદ્ધ એફ૧ ઈન સ્કુલ્સ એટલે કે હાલ સ્ટેમ રેસિંગ તરીકે ઓળખાતી આંતરરાષ્ટ્રીય ટેકનિકલ સ્પર્ધામાં મૂળ બોટાદનાં ઋત્વિજ દિવ્યાંગભાઈ પટેલ અને તેમની ટીમ ટાયફૂનએ શાનદાર સફળતા મેળવી છે. એલામેન્ડા કે-૯ કોલેજ અને હોમસ્ટેડ સિનિયર સેકન્ડરી કોલેજના વિદ્યાર્થીઓની સંયુક્ત ટીમે વિકટોરિયા સ્ટેટ ફાઈનલ્સમાં સતત બીજી વખત સ્ટેટ ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી.