ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં બોમ્બમારો
ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં બોમ્બમારો
Published on: 03rd July, 2026

મ્યાનમારના રાખાઈન રાજ્યમાં સૈન્ય શાસન અને અરાકાન આર્મી વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે ભયાનક એરસ્ટ્રાઈક થઈ રહી છે. આ બોમ્બમારાના કારણે બાંગ્લાદેશમાં પણ આંચકા અનુભવાયા છે. હિંસા વધતા હજારો રોહિંગ્યા શરણાર્થીઓ બાંગ્લાદેશ તરફ પલાયન કરે તેવી દહેશત ઊભી થઈ છે. આથી બાંગ્લાદેશે પોતાની આંતરરાષ્ટ્રીય સરહદો પર લશ્કરી હાઈએલર્ટ જાહેર કર્યું છે. બે સરહદી સંગઠનો વચ્ચે પીસાતી જનતા અને વધતા રોહિંગ્યા શરણાર્થીઓના બોજને કારણે બાંગ્લાદેશ ચિંતિત છે.