H-1B વિઝા પર કોર્ટનો મોટો ચુકાદો: ભારતીયોને રાહત, ટ્રમ્પ વહીવટીતંત્રને ઝટકો
H-1B વિઝા પર કોર્ટનો મોટો ચુકાદો: ભારતીયોને રાહત, ટ્રમ્પ વહીવટીતંત્રને ઝટકો
Published on: 26th July, 2026

H-1B વિઝા અંગે યુએસની અપીલ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્રને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે નવા H-1B વિઝા પર ₹95 લાખ ($100,000) ની જંગી ફી લાદવાના આદેશ પરનો સ્ટે ઉઠાવવાનો ઇનકાર કર્યો છે. 'ફર્સ્ટ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સ' એ નીચલી કોર્ટના ચુકાદાને સમર્થન આપ્યું, જેમાં આ ફી ગેરકાયદેસર જાહેર કરાઈ હતી. આ નિર્ણયથી યુએસમાં કામ કરવા માંગતા ભારતીય IT વ્યાવસાયિકો અને અમેરિકન ટેક કંપનીઓને મોટી રાહત મળી છે. આ ફી વસૂલવાનો નિર્ણય "ગેરકાયદેસર કર" સમાન છે.