ભરૂચના સંજેલી ગ્રામ પંચાયતમાં આવાસ સર્વેમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો
ભરૂચના સંજેલી ગ્રામ પંચાયતમાં આવાસ સર્વેમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો
Published on: 05th October, 2026

ભરૂચ જિલ્લાના સંજેલી તાલુકાની કોટા ગ્રામ પંચાયતમાં આવાસ યોજનાના સર્વેમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો છે. 206 લોકોની યાદીમાં એક વખત લાભ મેળવી ચૂકેલા, સરપંચના માતા, પેન્શનર અને પંચાયત સભ્યના પરિવારજનોના નામ આવતા નરેન્દ્રકુમાર બારીયા નામના જાગૃત નાગરિકે તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ રજૂઆત કરી છે. ખરા લાભાર્થીઓના નામ યાદીમાં ન હોવાથી પુનઃ સર્વેની માંગ કરવામાં આવી છે. આ યોજનામાં એક પરિવારના બે લાભાર્થી અને પાકા મકાન ધરાવતા લોકોનો પણ સમાવેશ કરાયો છે.