નેતન્યાહુ-ઝેલેન્સ્કી સાથે મુલાકાતના બીજા દિવસે જ અમેરિકાનો ઈરાન પર મોટી જવાબી કાર્યવાહી
નેતન્યાહુ-ઝેલેન્સ્કી સાથે મુલાકાતના બીજા દિવસે જ અમેરિકાનો ઈરાન પર મોટી જવાબી કાર્યવાહી
Published on: 30th July, 2026

મિડલ ઈસ્ટમાં સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. જોર્ડન સ્થિત અમેરિકન સૈન્ય બેઝ પર ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ હુમલાના જવાબમાં અમેરિકાએ ઈરાન પર કડક કાર્યવાહી શરૂ કરી છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ પુષ્ટિ કરી છે કે યુએસ એરફોર્સે તેહરાન સહિત ઈરાનના અનેક ઠેકાણાઓ પર મોટાપાયે એરસ્ટ્રાઈક કરી છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકન સૈનિકો પર કોઈ પણ હુમલો સહન નહીં થાય. આ ઉપરાંત, ઈજિપ્તના દમિયેટા બંદર પર અમેરિકન LNG જહાજ 'Energos Winter' પર ડ્રોન હુમલો થયો હતો.