વડોદરાના વાઘોડિયા નગરમાં એક સપ્તાહના વિરામ બાદ બુધવારે વરસાદી ઝાપટું પડયું
વડોદરાના વાઘોડિયા નગરમાં એક સપ્તાહના વિરામ બાદ બુધવારે વરસાદી ઝાપટું પડયું
Published on: 16th July, 2026

વાઘોડિયા નગરમાં છેલ્લાં ઘણા સમયથી ભારે ઊકળાટ અને બફરા વચ્ચે નગરજનો ત્રાહિમામ પોકારી ગયા હતા, આજે બુધવારે સવારના 11:00 વાગે એકાએક વાદળોની ફેજ ઘસી આવી હતી અને જોત જોતામાં વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે, માત્ર 10 મિનિટ વરસાદી ઝાપટું પડી મેઘરાજા ગાયબ થઈ જતાં પુનઃ ગરમી અને ઉકળાટ વ્યાપી ગયો હતો. માત્ર દસ મિનિટના વરસાદમાં પણ નગરના મુખ્ય બજારમાં પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતાં.