કાલોલના ડેરોલ ગામના રસ્તા પરના રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા
કાલોલના ડેરોલ ગામના રસ્તા પરના રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા
Published on: 02nd July, 2026

કાલોલ હાઈવે પર બોરુ ચોકડી પાસેથી ડેરોલ ગામ તરફ જતા રેલવે અંડરબ્રિજમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે. જેના કારણે સવારથી સાંજ સુધી બંને તરફનો વાહનવ્યવહાર બંધ રહ્યો છે. તંત્ર દ્વારા જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી આ માર્ગનો ઉપયોગ ટાળવા સ્થાનિકોને સૂચના આપવામાં આવી છે. ચોમાસામાં આ સમસ્યા વારંવાર સર્જાય છે. અગાઉ રેલવે તંત્ર દ્વારા પાણી નિકાલ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હતો, જે હવે પૂરો થતાં પાણીના નિકાલની સમસ્યા વધુ વકરી છે.