મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે માનખુર્દ બિલ્ડિંગ ધરાશાયી
મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે માનખુર્દ બિલ્ડિંગ ધરાશાયી
Published on: 05th July, 2026

મુંબઈના માનખુર્દ વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન એક જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જનતા નગર ખાતે ગ્રાઉન્ડ પ્લસ 3 માળની ઇમારતના 2 થી 3 યુનિટ્સ અચાનક તૂટી પડતાં 6 લોકોના મોતની આશંકા છે. ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની ભીતિ છે. મુંબઈ ફાયર બ્રિગેડ, પોલીસ અને BMCની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કાર્ય શરૂ કર્યું છે. કાટમાળ હટાવી લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે.