શહેરોમાં પ્રકાશ પ્રદૂષણ વધતા તારાઓભર્યું આકાશ દુર્લભ બન્યું
શહેરોમાં રાત્રિના કૃત્રિમ પ્રકાશનું પ્રમાણ 2014થી 2022 દરમિયાન બમણાથી વધુ વધ્યું છે, જે 2027 સુધીમાં ત્રણ ગણું થવાની શક્યતા છે. આ પ્રકાશ પ્રદૂષણ માત્ર તારાઓને જ નહીં, માનવ શરીરની બાયોલોજીકલ ક્લોક, ઊંઘ અને માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. નિશાચર પ્રાણીઓ અને પક્ષીઓ માટે પણ તે જોખમી છે. જરૂર કરતાં વધુ પ્રકાશ ટાળવો અને લાઇટો જમીન તરફ રાખવી જરૂરી છે.
