બંગાળની ખાડીમાં લૉ પ્રેશર ઝોન 'અર્નબ' વાવાઝોડામાં ફેરવાશે
બંગાળની ખાડીમાં લૉ પ્રેશર ઝોન 'અર્નબ' વાવાઝોડામાં ફેરવાશે
Published on: 22nd September, 2026

બંગાળની ખાડીમાં લૉ પ્રેશર ઝોન વધુ મજબૂત બની ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જો તે ચક્રવાતી તોફાન 'અર્નબ'માં ફેરવાશે, તો 27 સપ્ટેમ્બર સુધીમાં 8 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સિસ્ટમ 23 સપ્ટેમ્બર સુધીમાં 'ડીપ ડિપ્રેસન' બની શકે છે અને ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે લેન્ડફોલ કરી શકે છે. ઉત્તર આંધ્રપ્રદેશ, દક્ષિણ ઓડિશા, તેલંગાણા, પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશના પૂર્વ ભાગો અને મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ઓડિશામાં તંત્ર એલર્ટ મોડ પર છે.