ગાંધીનગર: રૂપાલ પલ્લી મેળા પહેલાં 10 જર્જરિત મકાનોને નોટિસ
ગાંધીનગરના રૂપાલ ગામમાં 19 ઓક્ટોબરે યોજાનારી વરદાયિની માતાજીની પલ્લી મેળા પહેલાં, તંત્ર દ્વારા ગામમાં આવેલા 10 જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવી છે. આ મકાનો પલ્લીના રૂટ પર આવતા હોવાથી, લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને ઉતારી લેવા અથવા દૂર રહેવા સૂચના અપાઈ છે. મેળા દરમિયાન લાખો ભક્તો આવતા હોવાથી, અજાણતા કોઈ જોખમી મકાન પર ન ચઢી જાય તે માટે આ પગલાં લેવાયા છે.
