ધંધૂકા તાલુકામાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ
ધંધૂકા તાલુકામાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ
Published on: 02nd July, 2026

અમદાવાદ જિલ્લાના ધંધૂકા તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાએ ગાજવીજ સાથે જોરદાર આગમન કર્યું. સવારના અસહ્ય ઉકળાટ બાદ બપોર બાદ આકાશમાં કાળા વાદળો છવાયા અને ધંધૂકા શહેર સહિત ઝાંઝરકા, બાજરડા, ત્રાડિયા, છસીયાણા જેવા અનેક ગામોમાં મુશળધાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા, પરંતુ લાંબા સમયની ગરમી બાદ લોકોને મોટી રાહત મળી. ખરીફ્ પાક માટે આ વરસાદ ફાયદાકારક હોવાથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી.