ચોમાસામાં AC કયા મોડ પર ચલાવવું જોઈએ: જાણો શ્રેષ્ઠ અને ફાયદાકારક વિકલ્પ
ચોમાસામાં AC કયા મોડ પર ચલાવવું જોઈએ: જાણો શ્રેષ્ઠ અને ફાયદાકારક વિકલ્પ
Published on: 16th June, 2026

ચોમાસામાં ભેજ વધવાને કારણે A/C ચલાવવા છતાં પણ ચીકાશ અનુભવાય છે. યોગ્ય તાપમાન અને A/C મોડ પસંદ કરવો અગત્યનું છે. નિષ્ણાતો ભલામણ કરે છે કે વરસાદની ઋતુ દરમિયાન A/C ને 'Dry Mode' પર ચલાવવું જોઈએ. આ મોડ રૂમને ઠંડુ કરવાને બદલે હવામાંથી વધારાનો ભેજ દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 'Dry Mode' નો ઉપયોગ કરવાથી વીજળીનો વપરાશ પણ ઓછો થાય છે અને રૂમ વધુ આરામદાયક રહે છે. A/C રિમોટ પરના 'Mode' બટનનો ઉપયોગ કરીને 'Dry Mode' સહેલાઈથી activate કરી શકાય છે.