અમદાવાદમાં 24 કલાકમાં 3.5 ઈંચ સરેરાશ વરસાદ
અમદાવાદમાં 24 કલાકમાં 3.5 ઈંચ સરેરાશ વરસાદ
Published on: 15th September, 2026

અમદાવાદમાં અવિરત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેનાથી સ્થાનિકો, વિદ્યાર્થીઓ અને નોકરીયાત લોકો ભારે પરેશાન થયા હતા. ટ્રાફિક જામ અને સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. છેલ્લા 24 કલાકમાં શહેરમાં સરેરાશ 3.54 ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં સૌથી વધુ 5.13 ઇંચ વરસાદ પડ્યો હતો. સરખેજ અને વટવા વિસ્તારોમાં 5.5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે વાસણા બેરેજનો દરવાજો ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું.