સાબરકાંઠાના ખેડબ્રહ્મા, બનાસકાંઠાના વડગામમાં ભારે વરસાદ
સાબરકાંઠાના ખેડબ્રહ્મા, બનાસકાંઠાના વડગામમાં ભારે વરસાદ
Published on: 13th August, 2026

રાજ્યના 131 તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો, જેમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો. સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને બનાસકાંઠાના વડગામમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુરુવારે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની શક્યતા છે. બુધવારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ સારો વરસાદ વરસ્યો હતો.