સેન્સેક્સ 281 પોઈન્ટ ઘટીને 77728, નિફટી 78 પોઈન્ટ તૂટ્યો
સેન્સેક્સ 281 પોઈન્ટ ઘટીને 77728, નિફટી 78 પોઈન્ટ તૂટ્યો
Published on: 18th August, 2026

વૈશ્વિક બજારોમાં યુક્રેન-રશિયા તણાવ અને ઈરાન-અમેરિકા સંઘર્ષને કારણે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. FPIs/FIIs દ્વારા રૂ. 2535 કરોડની ચોખ્ખી વેચવાલી અને રૂપિયામાં નરમાઈને કારણે ઘટાડો વધ્યો. IT, ફાર્મા શેરોમાં મોટી વેચવાલી થઈ, જ્યારે કેપિટલ ગુડ્સ અને મેટલ શેરોમાં તેજી જોવા મળી. સેન્સેક્સ 281.09 પોઈન્ટ ઘટી 77728.16 અને નિફટી 78.35 પોઈન્ટ ઘટી 24287.65 પર બંધ રહ્યા.