ઝિમ્બાબ્વે સામે પહેલી T20I: વૈભવ સૂર્યવંશી પરફોર્મન્સ આપવા માટે તૈયાર
આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામે સિરીઝ હાર બાદ ભારતીય T20 ટીમ ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચની સિરીઝ માટે હરારે પહોંચી ગઈ છે. આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પહેલી T20I સાંજે 4:30 વાગ્યાથી રમાશે. કેપ્ટન શ્રેયસ અય્યર માટે આ પ્રવાસ પોતાની આગેવાની સાબિત કરવાની ઉત્તમ તક છે. IPL 2026 પછી કેપ્ટનશીપ સંભાળનાર અય્યર માટે આ પડકારજનક સમય છે. સંજુ સેમસનની ગેરહાજરીમાં ટોચના ક્રમના નવા બેટર્સ અને ઝડપી બોલરોના પ્રદર્શન પર સૌની નજર રહેશે.
ઝિમ્બાબ્વે સામે પહેલી T20I: વૈભવ સૂર્યવંશી પરફોર્મન્સ આપવા માટે તૈયાર
ભારતના ઘાતક કુશા મિસાઈલનું સફળ પરીક્ષણ
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ ઓડિશાના એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી કુશા મિસાઈલનું પ્રથમ સફળ ફ્લાઈટ ટેસ્ટ કર્યું છે. આ લાંબા અંતરની સરફેસ-ટુ-એર મિસાઈલ સિસ્ટમ હવાઈ ખતરાઓને નિષ્ફળ બનાવવા અને દુશ્મનના ફાઈટર જેટ્સ તથા મિસાઈલોને નાશ કરવા સક્ષમ છે. આ સફળતા સાથે, ભારતે વિદેશી હથિયારો પરની નિર્ભરતા ઘટાડી છે. કુશા મિસાઈલ દુશ્મનના UAV (ડ્રોન)ને પણ સરળતાથી પાડી દેવા સક્ષમ છે અને ઊંચા પહાડોથી લઈને ઊંડા સમુદ્રી વિસ્તારો સુધી, તેમજ લાંબા અંતર અને વધુ ઊંચાઈ ધરાવતા ટાર્ગેટ્સને નિશાન બનાવી શકે છે. તેનું શક્તિશાળી રડાર તંત્ર ભારતીય સેનાની તાકાતમાં મોટો વધારો કરશે.
ભારતના ઘાતક કુશા મિસાઈલનું સફળ પરીક્ષણ
ગુજરાત અને મહારાષ્ટ્રમાં મેઘતાંડવ
ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત અને તાપી જેવા જિલ્લાઓમાં અતિભારે વરસાદથી નદી-નાળાં છલકાયા છે. ઘરો, દુકાનો અને રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને રાહત-બચાવ કાર્ય સતત ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રના પાલઘર, વસઈ અને નાલાસોપારા જેવા વિસ્તારોમાં પણ ભારે જળબંબાકાર જોવા મળ્યો છે.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં મેઘતાંડવ
'સોનમ ભાઈ કંઈક ખાઈ લો, હવે તો PMએ પણ ટ્વિટ કરી દીધું...', સલમાન ખાનની અપીલ
બોલિવૂડ અભિનેતા સલમાન ખાને NEET પેપર લીક મુદ્દે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓને હવે ઘરે પરત ફરવાની અપીલ કરી છે. તેમણે વડાપ્રધાનના નિવેદન પર વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે દોષિતો સામે કડક કાર્યવાહી થશે. સાથે જ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને ભૂખ હડતાળ સમાપ્ત કરવાની પણ વિનંતી કરી. જોકે, અગાઉ સલમાને વિદ્યાર્થી આંદોલનને યોગ્ય અને શાંતિપૂર્ણ ગણાવી સમર્થન આપ્યું હતું, તેથી તેમના બદલાયેલા વલણને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે.
'સોનમ ભાઈ કંઈક ખાઈ લો, હવે તો PMએ પણ ટ્વિટ કરી દીધું...', સલમાન ખાનની અપીલ
જંતર-મંતર આંદોલનન કારણે 17 મેટ્રો સ્ટેશન બંધ
જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) ના વિરોધ પ્રદર્શન અને કડક સુરક્ષા વ્યવસ્થાને કારણે સેન્ટ્રલ દિલ્હીમાં ટ્રાફિક ખોરવાઈ ગયો. પોલીસે મુખ્ય રસ્તાઓ પર બેરિકેડ લગાવ્યા અને 17 મેટ્રો સ્ટેશનો બંધ રાખ્યા, જેના કારણે હજારો મુસાફરોને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો. આઈટીઓ ટનલ નજીક રસ્તાનો એક ભાગ બંધ થતાં વાહનચાલકોની લાંબી લાઈનો લાગી. મુસાફરીમાં બમણો સમય લાગ્યો. DMRC એ સુરક્ષાના કારણે 17 મેટ્રો સ્ટેશનો બંધ રાખ્યા હતા, જેના કારણે જાહેર પરિવહન પર દબાણ વધ્યું અને વેપારને પણ અસર થઈ.
જંતર-મંતર આંદોલનન કારણે 17 મેટ્રો સ્ટેશન બંધ
એસ. જયશંકર બ્રુની, પાપુઆ ન્યુ ગીનીના વિદેશમંત્રીઓને મળ્યા
મનીલામાં ASEAN વિદેશમંત્રી પરિષદ દરમિયાન, ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે બ્રુની અને પાપુઆ ન્યૂ ગીનીના વિદેશમંત્રીઓ સાથે દ્વિપક્ષીય સંબંધો, ટેકનોલોજી અને Artificial Intelligence પર વિસ્તૃત ચર્ચા કરી. તેમણે બ્રુનીના વિદેશમંત્રી પ્રિન્સ અબ્દુલ માતીનને અભિનંદન પાઠવ્યા. પાપુઆ ન્યૂ ગીનીના વિદેશમંત્રી જસ્ટીન ડબલ્યુ તત્કાય શેંકો સાથે Indo-Pacific વિસ્તારના મુદ્દાઓ અને FIPICને મજબૂત કરવા પર ભાર મૂક્યો. બ્રુની તેલ સમૃદ્ધ છે, જ્યારે પાપુઆ ન્યૂ ગીનીનું વ્યૂહાત્મક સ્થાન ચીનના પ્રવેશને રોકવા માટે મહત્વપૂર્ણ છે.
એસ. જયશંકર બ્રુની, પાપુઆ ન્યુ ગીનીના વિદેશમંત્રીઓને મળ્યા
રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા વંદે ભારત, શતાબ્દી સહિતની ટ્રેનો રદ
દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આવી સ્થિતિમાં પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન હેઠળ આવેલા ઘોલવડ અને ઉમરગામ રોડ સ્ટેશનો વચ્ચે પુલ નંબર 203 પર પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ રૂટ પર રેલ વ્યવહાર તાત્કાલિક અસરથી કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવ્યો છે, જેના કારણે અનેક પ્રમુખ ટ્રેનોને અસર થઈ છે. રદ કરાયેલી મુખ્ય ટ્રેનો (23.07.2026) ડાયવર્ટ કરાયેલી ટ્રેનો
રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા વંદે ભારત, શતાબ્દી સહિતની ટ્રેનો રદ
ઝિમ્બાબ્વે સામે ભારતની શાનદાર જીત, વૈભવ સૂર્યવંશીએ ફટકારી તોફાની ફિફ્ટી
ઈંગ્લેન્ડ સામેના પ્રદર્શન બાદ ચર્ચામાં રહેલા વૈભવ સૂર્યવંશીએ ઝિમ્બાબ્વે સામેની પ્રથમ T20 મેચમાં તોફાની અડધી સદી ફટકારી ભારતને જીત અપાવી. 126 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં, વૈભવે માત્ર 18 બોલમાં 50 રન બનાવી આક્રમક શરૂઆત કરી. 19 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 50 રન નોંધાવી ક્રિકેટ ફેન્સને ખુશ કર્યા. ઓપનર અભિષેક શર્મા 8 બોલમાં માત્ર 1 રન બનાવી નિષ્ફળ રહ્યા. ભારતીય બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કરી ઝિમ્બાબ્વેને 125 રનમાં રોક્યું, જેની સાથે ભારતે સિરીઝમાં ધમાકેદાર શરૂઆત કરી.
ઝિમ્બાબ્વે સામે ભારતની શાનદાર જીત, વૈભવ સૂર્યવંશીએ ફટકારી તોફાની ફિફ્ટી
દિલ્હીમાં ફરી હાઈવોલ્ટેજ ડ્રામા: દિલ્હીમાં વિપક્ષી સાંસદોની બસ રોકાઈ
દિલ્હીમાં NEET પેપર લીક અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર Gen Z દ્વારા શરૂ થયેલું આંદોલન દેશભરમાં ફેલાયું છે. CJP નેતા આશુતોષ રાંકાએ સરકાર સાથેની વાટાઘાટોનો પ્રસ્તાવ ફગાવી દીધો છે. INDIA ગઠબંધને વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું છે. ગુરુવારે સાંજે, રાહુલ ગાંધીના કહેવા મુજબ, ગાંધી સ્મૃતિ જઈ રહેલા વિપક્ષી સાંસદોની બસ રાહુલ ગાંધીના ઘરની બહાર જ રોકી દેવાઈ. ભાજપના બી.એલ. સંતોષે આ ઘટનાને 'ડ્રામાબાજી' ગણાવી.
દિલ્હીમાં ફરી હાઈવોલ્ટેજ ડ્રામા: દિલ્હીમાં વિપક્ષી સાંસદોની બસ રોકાઈ
પેપર લીક મામલે રાજકારણ ગરમાયું: 26 જુલાઈએ મુંબઈમાં રસ્તા પર ઊતરશે ઠાકરે બંધુઓ
મહારાષ્ટ્રમાં વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ 26 જુલાઈએ મુંબઈમાં સંયુક્ત મોરચો કાઢવાની જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે આ મોરચા દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓનો રોષ સરકાર સુધી પહોંચાડવામાં આવશે. બંને નેતાઓએ સરકાર પર વિદ્યાર્થીઓની અવગણના કરવાનો આરોપ લગાવ્યો અને શાંતિપૂર્ણ પ્રદર્શનમાં વિક્ષેપ કરનારાઓ સામે કડક ચેતવણી આપી. તેમણે મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી. બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીકના કેસોમાં દોષિતોને ઝડપી સજા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની જાહેરાત કરી છે.
પેપર લીક મામલે રાજકારણ ગરમાયું: 26 જુલાઈએ મુંબઈમાં રસ્તા પર ઊતરશે ઠાકરે બંધુઓ
અદાણી પાવરનો પ્રથમ ક્વાર્ટરમાં જબરદસ્ત નફો
અદાણી પાવર લિમિટેડ (APL) એ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 47% નો જંગી નફો વૃદ્ધિ નોંધાવી છે, જે રૂ. 4,866.6 કરોડ થયો છે. કંપનીની આવક 33% વધીને રૂ. 19,322 કરોડ અને ઓપરેટિંગ નફો (EBITDA) 36% વધીને રૂ. 8,369 કરોડ થયો છે. વીજ વેચાણ 17% વધીને 28.8 અબજ યુનિટ થયું છે. નવા હસ્તગત કરાયેલા પ્રોજેક્ટ્સથી ક્ષમતામાં વિસ્તરણ અને સુધારેલ Plant Load Factor (PLF) 77.9% કંપનીના શાનદાર પ્રદર્શનમાં ફાળો આપી રહ્યા છે.
અદાણી પાવરનો પ્રથમ ક્વાર્ટરમાં જબરદસ્ત નફો
ડઘાયેલી સરકારે દિલ્હીમાં વધુ CRPF અને RAF ખડકી
દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને કારણે કેન્દ્ર સરકાર ચિંતિત છે. પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે, ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસનું સંખ્યાબળ વધારવા CRPFની 9 કંપનીઓ છત્તીસગઢથી, 3 ઝારખંડથી, 5 મધ્યપ્રદેશથી અને 1 ઓડિસાથી બોલાવી છે અને RAF ની વધારાની કંપનીઓ તૈનાત કરી છે. આ પગલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહત્વપૂર્ણ સ્થળોની સુરક્ષા વધારવાના હેતુથી લેવામાં આવ્યા છે. વિરોધ પ્રદર્શનકારીઓની સંખ્યા અને તેમની ઉગ્રતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ડઘાયેલી સરકારે દિલ્હીમાં વધુ CRPF અને RAF ખડકી
વિદ્યાર્થીઓ માટે બહાર આવ્યું બોલિવૂડ!
લાંબા સમયના મૌન પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓ સાથે થયેલી હિંસા વિરુદ્ધ અવાજ ઉઠાવનાર સલમાન ખાન પહેલા સુપરસ્ટાર બની ગયો છે. તેણે માત્ર વિદ્યાર્થીઓ સાથે થયેલી હિંસાની સખત નિંદા જ નથી કરી, પરંતુ તેના વિરોધ પ્રદર્શનને યોગ્ય ઠેરવ્યું. સલમાન ખાન પછી આલિયા ભટ્ટે પણ સ્ટુડન્ટ પ્રોટેસ્ટ પર પોસ્ટ શેર કરી છે. એકટર અનુપમ ખેરે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને સૌથી નિષ્પક્ષ અને પ્રામાણિક ગણાવ્યું, સાથે જ તેમને બાહ્ય રાજકીય પક્ષોના એજન્ડાથી સાવચેત રહેવાની સલાહ આપી.
વિદ્યાર્થીઓ માટે બહાર આવ્યું બોલિવૂડ!
CJPએ આવતીકાલે દેશવ્યાપી આંદોલન જાહેર કર્યુ, મોટા પ્રમાણમાં લોકોને જોડાવવા અપીલ
કોકરોચ જનતા પાર્ટી (CJP)એ 24 જુલાઈએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરી છે. પાર્ટીએ ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાનોને મોટી સંખ્યામાં આંદોલનમાં જોડાવા અપીલ કરી છે. CJPએ સોશિયલ મીડિયા પર ડિજિટલ પેમ્ફલેટ શેર કરીને લોકોને શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવા અનુરોધ કર્યો છે. પેમ્ફલેટમાં "Every District. One Day. One Demand."નો સંદેશ આપીને દેશભરમાં એકસાથે આંદોલન કરવાની હાકલ કરવામાં આવી છે.
CJPએ આવતીકાલે દેશવ્યાપી આંદોલન જાહેર કર્યુ, મોટા પ્રમાણમાં લોકોને જોડાવવા અપીલ
CJP: "વાત કરવી હોય તો જંતર-મંતર આવો"
NEET પેપર લીક મુદ્દે કોકરોચ જનતા પાર્ટી (CJP) અને કેન્દ્ર સરકાર વચ્ચે વાતચીતને લઈને મતભેદ યથાવત છે. CJPએ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાના ઘર કે મંત્રાલયમાં કોઈ બેઠક નહીં થાય. તેઓએ જણાવ્યું કે બેઠક કાં તો જંતર-મંતર પર અથવા કોઈ તટસ્થ સ્થળે જ યોજાવી જોઈએ, જેમાં સરકાર CJPની માંગણીઓ પર ઠોસ વાતચીત કરે અને માંગો પૂરી કરવા માટે ચોક્કસ સમયમર્યાદા આપે. આ પહેલાં સરકારે ચર્ચા માટે 4 પ્રસ્તાવો મોકલ્યા હતા, પરંતુ CJP શરતો પર અડગ છે.
CJP: "વાત કરવી હોય તો જંતર-મંતર આવો"
ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે પછી જ વાત!
નીટ પેપર લીક મુદ્દે સંસદમાં રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષે માંગ કરી છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પહેલા રાજીનામું આપે, ત્યારબાદ જ આ મુદ્દે સંસદમાં ચર્ચા કરવામાં આવે. બીજી તરફ સરકારે ચર્ચા માટે પોતાની તૈયારી દર્શાવતા આરોપ લગાવ્યો છે કે વિપક્ષ ચર્ચાથી બચવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં વિદ્યાર્થીઓનો વિરોધ પણ સતત ઉગ્ર બની રહ્યો છે.
ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે પછી જ વાત!
મુંબઈ પોલીસની નવી ચાલ: વિદ્યાર્થી આંદોલન રોકવા ડિજિટલ ટ્રેકિંગ
NEET પેપર લીક વિરોધ પ્રદર્શનોને રોકવા માટે મુંબઈ પોલીસે અનોખો અભિગમ અપનાવ્યો છે. શિવાજી પાર્ક, ચેમ્બૂર, આઝાદ મેદાન જેવા વિસ્તારોમાં પ્રદર્શનો અટકાવવા, પોલીસે ડિજિટલ ટ્રેકિંગ અને ઘરે-ઘરે જઈ તપાસ શરૂ કરી છે. જે વિદ્યાર્થીઓ સામે પહેલા FIR નોંધાયેલી છે, તેમને WhatsApp પર લાઈવ લોકેશન મોકલવા આદેશ અપાયો છે. BNSS કલમ 35(3) હેઠળ ડિજિટલ નોટિસ મોકલી જૂના પ્રદર્શનો અંગે પૂછપરછ માટે થાણે હાજર થવા નિર્દેશ અપાયો છે. પોલીસ વિદ્યાર્થીઓના પરિવારજનોને મળીને ભવિષ્યમાં પ્રદર્શનોમાં ભાગ ન લેવા સલાહ આપી રહી છે. આ કાર્યવાહીનો હેતુ યુવાનોની ભવિષ્યની કારકિર્દી બચાવવાનો હોવાનો પોલીસનો દાવો છે.
મુંબઈ પોલીસની નવી ચાલ: વિદ્યાર્થી આંદોલન રોકવા ડિજિટલ ટ્રેકિંગ
શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે બિહારમાં વિદ્યાર્થીઓનું ઉગ્ર આંદોલન
બિહારના લહેરિયાસરાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે વિદ્યાર્થીઓનું આંદોલન હિંસક બન્યું. પ્રદર્શનકારીઓ દ્વારા પથરાવ થતાં સિટી SP અશોક કુમાર અને એક કોન્સ્ટેબલ ઘાયલ થયા. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો અને 7 રાઉન્ડ ટીયર ગેસના શેલ છોડ્યા. 2,000થી વધુ વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. CCTV ફુટેજના આધારે પથરાવ કરનારાઓની ઓળખ શરૂ કરાઈ છે.
શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે બિહારમાં વિદ્યાર્થીઓનું ઉગ્ર આંદોલન
દેશમાં ખાંડની અછત?
છેલ્લા મહિનામાં ખાંડની કિંમતોમાં થયેલા ૧૫% ના વધારાને કારણે બજારમાં અછત સર્જાવાની આશંકા હતી. જોકે, ઓલ ઈન્ડિયા શુગર ટ્રેડ એસોસિએશન (AISTA) એ સ્પષ્ટ કર્યું છે કે આ અફવાઓ પાયાવિહોણી છે. દેશની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ISMA અને NFCSF દ્વારા પણ પૂરતા સ્ટોકની પુષ્ટિ કરાઈ છે. AISTAના ચેરમેન પ્રફુલ્લ વિઠલાણીએ સંગ્રહખોરી અને પેનિક બાયિંગથી દૂર રહેવાની અપીલ કરી છે.
દેશમાં ખાંડની અછત?
જંતર-મંતર પર આંદોલન વચ્ચે વધુ એક પેપર લીક!
દિલ્હીના જંતર-મંતર પર પેપર લીક મામલે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, ત્યારે ઉત્તરાખંડ ટેકનિકલ યુનિવર્સિટીમાં પણ વધુ એક પેપર લીકની ઘટના સામે આવી છે. એન્જિનિયરિંગના 2 પેપર કથિત રીતે લીક થયા બાદ બંને વિષયની પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે. શિવાલીક કોલેજના પ્રોફેસર આશિષ કુમાર સામે કેસ નોંધવામાં આવ્યો છે. પ્રોફેસરે WhatsApp ગ્રુપમાં 'Machine Learning for Internet of Things' વિષયના 90% પ્રશ્નો મોકલી દીધા હતા. આ ઉપરાંત અન્ય એક પેપર પણ લીક થયું હતું. આગામી ઓગસ્ટ મહિનામાં પરીક્ષાનું ફરી આયોજન થશે.
જંતર-મંતર પર આંદોલન વચ્ચે વધુ એક પેપર લીક!
Gen-Z આંદોલન: સરકારની વાતચીતની ઓફર
NEET પેપર લીક મુદ્દે ચાલી રહેલા Gen-Z આંદોલન વચ્ચે, કેન્દ્ર સરકારે પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવા માટે ફરી એકવાર હાથ લંબાવ્યો છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સ્પષ્ટ કર્યું છે કે સરકાર તેમની અનુકૂળતા મુજબ કોઈપણ સમયે અને કોઈપણ સ્થળે ચર્ચા કરવા તૈયાર છે. સરકારે ગઈકાલ બપોરથી અત્યાર સુધીમાં વાતચીત માટે 4 સત્તાવાર પ્રસ્તાવો મોકલ્યા છે. આ બેઠકમાં આરોગ્ય મંત્રી અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડા પણ હાજર રહેશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ અહમ પર નથી અને યુવાનોના હિતમાં ચર્ચા કરવા માંગે છે. PM મોદીએ ફાસ્ટ ટ્રેક કોર્ટની જાહેરાત બાદ આ પ્રયાસો કરવામાં આવ્યા છે.
Gen-Z આંદોલન: સરકારની વાતચીતની ઓફર
સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિનો કોંગ્રેસ પર પ્રહાર: 'વિરોધમાં ગંભીરતાનો અભાવ'
નીટ પેપર લીક મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહેલા સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિ આંગ્મોએ કોંગ્રેસના વિરોધ પ્રદર્શન પર આકરા પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે 21 જુલાઈના વડાપ્રધાન નિવાસસ્થાન બહાર થયેલા પ્રદર્શનમાં ગંભીરતાનો અભાવ હતો અને કોંગ્રેસના નેતાઓએ પબ્લિસિટી સ્ટંટ કરવાને બદલે જંતર-મંતર પર વિદ્યાર્થીઓ સાથે જોડાવાની જરૂર હતી. ગીતાંજલિએ સ્પષ્ટ કર્યું કે આ આંદોલન ગેર-રાજકીય છે અને રાજકારણીઓ વાંગચુકની પ્રતિષ્ઠાનો લાભ ઉઠાવી રહ્યા છે.
સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિનો કોંગ્રેસ પર પ્રહાર: 'વિરોધમાં ગંભીરતાનો અભાવ'
ડોપ ટેસ્ટમાં નિષ્ફળ ભારતીય જુડો ખેલાડી, કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર
ભારતીય ખેલ જગત માટે અત્યંત નિરાશાજનક સમાચાર છે. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ પહેલાં ભારતીય જુડો ખેલાડી અરુણ કુમાર પ્રતિબંધિત દવાઓના ડોપ ટેસ્ટમાં નિષ્ફળ સાબિત થયા છે. આ ઘટના બાદ ખેલ મંત્રાલય અને ભારતીય રમતગમત વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા લેવાયેલા સેમ્પલમાં દોષિત મળવાને કારણે કોમનવેલ્થ ગેમ્સમાં તેમની ભાગીદારી પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. તેમને કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરાયા છે અને તેમની કારકિર્દી પર પણ ખતરો તોળાઈ રહ્યો છે.
ડોપ ટેસ્ટમાં નિષ્ફળ ભારતીય જુડો ખેલાડી, કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર
પેપર લીક મુદ્દે વિપક્ષ મક્કમ: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ યથાવત
દેશભરમાં પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થામાં ભ્રષ્ટાચારના મુદ્દે વિરોધ પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન મોદીએ દોષિતો સામે કડક કાર્યવાહી અને ફાસ્ટ-ટ્રેક કોર્ટની ખાતરી આપી છે. જોકે, વિપક્ષ અને CJP શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, જયરામ રમેશ અને રામગોપાલ યાદવે સરકાર પર શિક્ષણ વ્યવસ્થાને લઈને આકરા પ્રહારો કર્યા છે તેમજ વિદ્યાર્થીઓને ન્યાય, સંસદીય ચર્ચા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
પેપર લીક મુદ્દે વિપક્ષ મક્કમ: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ યથાવત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ આલિયા ભટ્ટ ભાવુક
દિલ્હીમાં CJP ના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલન અને તેમના પર થયેલા લાઠીચાર્જ બાદ બોલિવૂડની અભિનેત્રી આલિયા ભટ્ટે ભાવુક પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓના સમર્થનમાં એક પોસ્ટ શેર કરી, જેમાં દેશના યુવાનોની હિંમત અને સમર્પણની પ્રશંસા કરી. આલિયાએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોની ઘટનાઓએ તેમને દુઃખી કર્યા છે, પરંતુ વિદ્યાર્થીઓની હિંમત તેમને પ્રેરણા આપે છે. તેમણે સલમાન ખાનના સમર્થનનો પણ ઉલ્લેખ કર્યો, જેણે વિદ્યાર્થીકાળની તસવીર શેર કરીને વિરોધ પ્રદર્શન હિંસક બનવા પર દુઃખ વ્યક્ત કર્યું હતું.
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ આલિયા ભટ્ટ ભાવુક
પેપર લીક કેસોમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ: વડાપ્રધાન મોદીનો દોષિતો સામે કડક કાર્યવાહીનો નિર્ણય
દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થી આંદોલન અને વિપક્ષના વિરોધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીક કેસ અંગે મોટો નિર્ણય લીધો છે. તેમણે પેપર લીકના તમામ કેસોની સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે, જેથી કેસોનો ઝડપી નિકાલ થઈ શકે. પીએમ મોદીએ 'એક્સ' પર જણાવ્યું કે યુવાનોનું ભવિષ્ય સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને દોષિતોને કડકમાં કડક સજા આપવામાં આવશે. તેમની આ પહેલથી યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ કરનારને બક્ષવામાં આવશે નહીં.
પેપર લીક કેસોમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ: વડાપ્રધાન મોદીનો દોષિતો સામે કડક કાર્યવાહીનો નિર્ણય
મુખ્યમંત્રી વિજયની ફિલ્મ ‘જન નેતા’ રીલીઝ
તમિલનાડુના મુખ્યમંત્રી અને સાઉથ સુપરસ્ટાર વિજયની ફિલ્મ ‘જન નેતા’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. સમગ્ર તમિલનાડુમાં ફિલ્મની રિલીઝને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેટલાક સ્થળોએ થિયેટરોની બહાર ડાન્સ, લેસર શો અને ડ્રોન શો જેવા કાર્યક્રમો યોજાયા હતા. ચાહકોએ આ ઉજવણીને તહેવારની જેમ મનાવી. આ ફિલ્મ વિજયના અભિનય કારકિર્દીની છેલ્લી ફિલ્મ માનવામાં આવે છે, ત્યારબાદ તેઓ સંપૂર્ણપણે રાજકારણમાં ધ્યાન કેન્દ્રિત કરશે.
મુખ્યમંત્રી વિજયની ફિલ્મ ‘જન નેતા’ રીલીઝ
PM મોદીની જાહેરાત પર CJPનો પ્રહાર: "આ તો હાડકું ભાંગ્યું હોય ત્યાં બેન્ડ-એડ લગાવવા જેવું"
NEET પેપર લીક મુદ્દે PM મોદીએ દોષિતોને સજા માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની જાહેરાત કરી. જોકે, CJP એ આ જાહેરાતને મુખ્ય મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ ગણાવ્યો છે. CJPએ જણાવ્યું કે આ જાહેરાત સમસ્યાના મૂળ સુધી પહોંચતી નથી અને તે માત્ર બળતરા પર બેન્ડ-એડ લગાવવા સમાન છે. CJP કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ પર અડગ છે, જેઓ પરીક્ષા પ્રણાલીમાં સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. CJP માને છે કે જવાબદારી અને પ્રણાલીગત સુધારા વિના પેપર લીક ચાલુ રહેશે.
PM મોદીની જાહેરાત પર CJPનો પ્રહાર: "આ તો હાડકું ભાંગ્યું હોય ત્યાં બેન્ડ-એડ લગાવવા જેવું"
ICC ODI Ranking: ટોપ-૪ માં ૩ ભારતીય બેટર્સ, શુભમન ગિલ નંબર-૧ ની નજીક
ICC દ્વારા જાહેર કરાયેલ નવી ODI બેટર રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. વિશ્વના ટોચના ચાર બેટરોમાં ત્રણ સ્થાન ભારતીયોએ મેળવ્યા છે. જેમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલ, ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીનો સમાવેશ થાય છે. ન્યુઝીલેન્ડના ડેરિલ મિચેલ 802 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે શુભમન ગિલ 801 રેટિંગ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિરાટ કોહલી અને રોહિત શર્માપણ Top-4 માં સ્થાન પામ્યા છે.
ICC ODI Ranking: ટોપ-૪ માં ૩ ભારતીય બેટર્સ, શુભમન ગિલ નંબર-૧ ની નજીક
PM મોદીની જાહેરાત પર રાહુલ ગાંધીનો પ્રહાર
દેશભરમાં પરીક્ષા પેપર લીક અને ગડબડ મુદ્દે ચાલી રહેલા વિરોધ વચ્ચે PM મોદીએ દોષિતોને સજા માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની જાહેરાત કરી. પરંતુ, રાહુલ ગાંધીએ આ નિર્ણયને બગડેલી શિક્ષણ વ્યવસ્થા છુપાવવાનો પ્રયાસ ગણાવ્યો. તેમણે આરોપ લગાવ્યો કે PM પોતે જ યુવાનોના ભવિષ્યને નુકસાન પહોંચાડવા માટે જવાબદાર છે. આ મુદ્દે દિલ્હીમાં વિદ્યાર્થીઓનું આંદોલન ચાલી રહ્યું છે, જ્યાં પોલીસ સાથે ઘર્ષણ થયું. PM મોદીએ સ્પષ્ટ કર્યું કે યુવાનોનું હિત સર્વોચ્ચ છે અને દોષિતોને બક્ષવામાં આવશે નહીં.
PM મોદીની જાહેરાત પર રાહુલ ગાંધીનો પ્રહાર
ભારતથી સાઉથ કોરિયા સુધી 10,000 કિલોમીટર લાંબી વાદળોની દીવાલ
હાલમાં જ અંતરિક્ષમાંથી લેવાયેલી સેટેલાઇટ ઇમેજરીએ એશિયા ખંડના હવામાનશાસ્ત્રીઓને આશ્ચર્યચકિત કર્યા છે. ઉત્તર ભારતથી હિમાલય, ચીન અને સાઉથ કોરિયા સુધી 7,000 થી 10,000 કિલોમીટર લાંબી વાદળોની પટ્ટી જોવા મળી છે. આ ઘટના 2026ના દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના સક્રિય તબક્કાની સાક્ષી પૂરે છે. આ વાદળો બમ્પર વરસાદ લાવી દેશના જળાશયો ભરી રહ્યા છે, પરંતુ હિમાચલ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં પૂર અને લેન્ડસ્લાઇડનો ભય પણ છે. આ ઘટનાને 'Monsoon Convergence Zone' તરીકે ઓળખવામાં આવી રહી છે.