ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
Published on: 04th June, 2026

ભારતીય ક્રિકેટમાં ટી20 ટીમની કેપ્ટનશીપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શ્રેયસ અય્યરને ભારતના ટી20 કેપ્ટન બનાવવામાં આવ્યા છે. તે વર્તમાન ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવની જગ્યાએ ટીમની કમાન સંભાળશે. કેટલાક સમયથી સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ અને તેની રમતને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા હતા. T20 વર્લ્ડ કપમાં અને ત્યારબાદની મેચોમાં તેની પોતાની રમત અપેક્ષા મુજબની રહી ન હતી. શ્રેયસ અય્યરે ઘરેલું ક્રિકેટ અને IPLમાં સતત પોતાની કેપ્ટન્સી સાબિત કરી છે. તેમની આગેવાની હેઠળ KKRએ 2024માં ટ્રોફી જીતી હતી.