શ્રીસંતે ગંભીરના કોચિંગ પર સવાલ ઉઠાવ્યા, હરભજનને બોક્સિંગ મેચનો પડકાર
શ્રીસંતે ગંભીરના કોચિંગ પર સવાલ ઉઠાવ્યા, હરભજનને બોક્સિંગ મેચનો પડકાર
Published on: 19th June, 2026

પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર એસ શ્રીસંતે ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે ભારતને પરંપરાગત કોચ નહીં, પરંતુ એમએસ ધોની જેવા મેન્ટરની જરૂર છે. શ્રીસંતે લલ્લનટોપને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ખેલાડીઓ પર દબાણ લાવવાને બદલે માર્ગદર્શન અને વિશ્વાસ આપતું નેતૃત્વ વધુ ફાયદાકારક છે. આ ઉપરાંત, તેમણે 18 વર્ષ જૂના 'સ્લેપગેટ' વિવાદને યાદ કરીને હરભજન સિંહને બોક્સિંગ રિંગમાં મુકાબલો કરવાનો ખુલ્લો પડકાર ફેંક્યો છે.