સ્મૃતિ મંધાના T-20 ક્રિકેટમાં 600 ચોગ્ગા ફટકારનાર પ્રથમ બેટર, વર્લ્ડકપમાં છઠ્ઠી ફિફ્ટી
સ્મૃતિ મંધાના T-20 ક્રિકેટમાં 600 ચોગ્ગા ફટકારનાર પ્રથમ બેટર, વર્લ્ડકપમાં છઠ્ઠી ફિફ્ટી
Published on: 18th June, 2026

ભારતે વિમેન્સ ટી-20 વર્લ્ડ કપમાં નેધરલેન્ડને 95 રનથી હરાવ્યું. આ મેચમાં સ્મૃતિ મંધાનાએ 74 રનની ઇનિંગ્સમાં ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા. તે મેન્સ અને વિમેન્સ ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 600 ચોગ્ગા પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બની. મંધાનાએ ટુર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. બીજી તરફ દીપ્તિ શર્માએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઝૂલન ગોસ્વામીના સૌથી વધુ વિકેટના રેકોર્ડની બરાબરી કરી.