યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી વર્માથી છૂટાછેડા બાદ પેનિક એટેક અને દારૂની લત અંગે કર્યો ખુલાસો
ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે પત્ની ધનશ્રી વર્મા સાથેના છૂટાછેડા બાદના મુશ્કેલ સમય વિશે જણાવ્યું છે. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન તેમને પેનિક એટેક આવવા લાગ્યા હતા, દારૂની લત પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બન્યું હતું અને માનસિક સ્વાસ્થ્યને કારણે તેમણે 26 દિવસ રિહેબિલિટેશન સેન્ટરમાં વિતાવ્યા. ચહલે સ્વીકાર્યું કે આ પરિસ્થિતિની તેમના અંગત જીવન અને ક્રિકેટ કારકિર્દી પર ઊંડી અસર પડી હતી.
