ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વેને 3-0થી હરાવી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રાયપુરમાં રમાયેલી ત્રીજી અને અંતિમ T20 મેચમાં ઝિમ્બાબ્વેને 92 રનથી હરાવીને 3-0થી શ્રેણી જીતી લીધી છે. પૂર્વ કેપ્ટન હરમનપ્રીત કૌરે 41 બોલમાં અણનમ 91 રન બનાવી શાનદાર વાપસી કરી. શેફાલી વર્માએ પણ 69 રનનું યોગદાન આપ્યું. ભારતે 216 રન બનાવ્યા જેના જવાબમાં ઝિમ્બાબ્વે 124 રન જ બનાવી શક્યું.
