BCCI અધિકારી દ્વારા શ્રીલંકાના સોનલની સચિન તેંડુલકર સાથે સરખામણી
BCCI અધિકારી દ્વારા શ્રીલંકાના સોનલની સચિન તેંડુલકર સાથે સરખામણી
Published on: 27th August, 2026

શ્રીલંકાના યુવા ક્રિકેટર સોનલ દિનુશાએ ભારત સામેની ટેસ્ટ સીરિઝમાં સતત 4 ઇનિંગ્સમાં 50+ રન બનાવી ઇતિહાસ રચ્યો છે. BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કોલંબો ટેસ્ટ દરમિયાન સોનલના પ્રદર્શનની તુલના દિગ્ગજ સચિન તેંડુલકર સાથે કરી, જેના પર વિવાદ થયો છે. શુક્લાએ ટ્વીટ કરીને સોનલને 'સચિન જેવો' અને 'સુંદર ટેસ્ટ ખેલાડી' ગણાવ્યો હતો. આ સરખામણીથી ઘણા ક્રિકેટ ચાહકો નારાજ થયા છે અને સોશિયલ મીડિયા પર રાજીવ શુક્લાને ટ્રોલ કરી રહ્યા છે.