એશિયન ગેમ્સ ૨૦૨૬માં પુરુષ ટીમે જીત્યો ત્રીજો સિલ્વર મેડલ
એશિયન ગેમ્સ ૨૦૨૬માં પુરુષ ટીમે જીત્યો ત્રીજો સિલ્વર મેડલ
Published on: 21st September, 2026

જાપાનમાં રમાઈ રહેલ એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતે શૂટિંગમાં પોતાનો ત્રીજો મેડલ પાક્કો કર્યો છે. પુરુષોની ૧૦ મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં રુદ્રાક્ષ પાટિલ, હિમાંશુ ધિલ્લોન અને પાર્થ રાકેશ માનેની ત્રિપુટીએ સિલ્વર મેડલ જીત્યો છે. આ સાથે ભારતના કુલ મેડલની સંખ્યા ત્રણ થઈ ગઈ છે, જેમાં તમામ સિલ્વર છે. અગાઉ મહિલા ૧૦ મીટર એર રાઇફલ ટીમે અને ઇલાવેનિલ વાલારિવાને વ્યક્તિગત ઇવેન્ટમાં પણ સિલ્વર મેડલ જીત્યા હતા.