૮૦ વર્ષીય ભૂલાભાઈ વસાવાનું વિશ્વ આદિવાસી દિવસે રમતગમતમાં સિદ્ધિ બદલ સન્માન
૮૦ વર્ષીય ભૂલાભાઈ વસાવાનું વિશ્વ આદિવાસી દિવસે રમતગમતમાં સિદ્ધિ બદલ સન્માન
Published on: 14th August, 2026

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચના ઝઘડિયાના બલેશ્વર ખાતે આદિવાસી અગ્રણીઓ દ્વારા ૮૦ વર્ષની ઉંમરે પણ દોડ અને અન્ય એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં દેશ-વિદેશમાં અનેક મેડલ જીતીને ઝઘડિયાના પિપદરા ગામના નિવૃત્ત સરકારી અધિકારી ભૂલાભાઈ વસાવાનું સન્માન કરાયું. તેમણે શ્રીલંકા, મુંબઈ, નાસિક, અલવર, સુરત અને જબલપુરમાં યોજાયેલી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રકો પ્રાપ્ત કર્યા. તેમની આ સિદ્ધિઓથી આદિવાસી સમાજ અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.