ભરૂચના 8 રમતવીરોનું ગાંધીનગરમાં પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માન
ભરૂચના 8 રમતવીરોનું ગાંધીનગરમાં પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માન
Published on: 14th August, 2026

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજયના પ્રતિભાશાળી રમતવીરોના સન્માન સમારોહનું આયોજન થયું. આ સમારોહમાં કુલ 799 રમતવીરોને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ અને જયદીપસિંહજી એવોર્ડથી સન્માનિત કરાયા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભરૂચ જિલ્લાના 8 રમતવીરોને વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. પિસ્તોલ, શોટગન, રાઈફલ શૂટિંગ, તાઈક્વોન્ડો, કરાટે, કબડ્ડી અને ચેસ જેવી રમતોમાં આ ખેલાડીઓએ સિદ્ધિ મેળવી છે.