જાપાનમાં પેરા સ્વિમર મોહમ્મદ શમ્સ આલમ શેખ પર છેડતીનો આરોપ
જાપાનના નાગોયામાં એશિયન પેરા ગેમ્સ 2026 દરમિયાન ભારતીય પેરા સ્વિમર મોહમ્મદ શમ્સ આલમ શેખ પર હોટેલની મહિલા કર્મચારી સાથે જાતીય સતામણી અને છેડતીનો ગંભીર આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ જાપાની પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા અને સ્પર્ધામાં ભાગ લીધા વગર જ ભારત પરત મોકલી દીધા હતા. પેરાલિમ્પિક કમિટી ઓફ ઈન્ડિયા તેમના પર આજીવન પ્રતિબંધ મૂકવા વિચારી રહી છે.
