પિતાના મોત બાદ ટેક્સી ચલાવી, એશિયન ગેમ્સમાં રોઇંગ મેડલ જીતી સલમાન ખાને રચ્યો ઇતિહાસ!
પિતાના મોત બાદ ટેક્સી ચલાવી, એશિયન ગેમ્સમાં રોઇંગ મેડલ જીતી સલમાન ખાને રચ્યો ઇતિહાસ!
Published on: 24th September, 2026

જાપાનના આઈચી-નાગોયા ખાતે યોજાયેલી એશિયન ગેમ્સ 2026માં ભારતીય રોઅર્સ સતનામ સિંહ અને સલમાન ખાને પુરુષોની ડબલ સ્કલ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે. આ સ્પર્ધામાં ભારતનો આ સર્વપ્રથમ મેડલ છે. 18 વર્ષની ઉંમરે પિતાના અવસાન બાદ પરિવારના ગુજરાન માટે સલમાને દિલ્હીમાં Uber ટેક્સી ચલાવી હતી. આર્થિક સંકટ છતાં તેમણે ભારતીય સેનામાં જોડાઈને બાદમાં રોઇંગની શરૂઆત કરી અને આજે દેશનું નામ રોશન કર્યું છે.