જેલમાંથી બહાર આવતા જ IPL ખેલાડી અભિષેક પોરેલની ટીમમાં વાપસી
જેલમાંથી બહાર આવતા જ IPL ખેલાડી અભિષેક પોરેલની ટીમમાં વાપસી
Published on: 29th September, 2026

દિલ્હી કેપિટલ્સના વિકેટકીપર-બેટ્સમેન અભિષેક પોરેલની ક્રિકેટના મેદાન પર ફરી વાપસી થઈ છે. રેપના આરોપોમાં જેલની હવા ખાઈ ચૂકેલા અભિષેક પોરેલને Cricket Association of Bengal (CAB) દ્વારા જાહેર કરાયેલી સીનિયર ટીમમાં સ્થાન મળ્યું છે. Assam સામે પ્રેક્ટિસ મેચ માટે બંગાળ ટીમમાં તેની પસંદગી કરવામાં આવી છે. 11 ઓગસ્ટે ધરપકડ બાદ 4 અઠવાડિયા સુધી ન્યાયિક કસ્ટડીમાં રહ્યા બાદ 18 સપ્ટેમ્બરે તેને જામીન મળ્યા હતા. રણજી ટ્રોફી અને મલ્ટી-ડે ફોર્મેટમાં વિકેટકીપરની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ તેને ટીમમાં લીધો છે.