સ્માર્ટ ટીવી થી ખતરામાં છે તમારી પ્રાઈવસી, બદલી નાખો આ સેટિંગ્સ
સ્માર્ટ ટીવી થી ખતરામાં છે તમારી પ્રાઈવસી, બદલી નાખો આ સેટિંગ્સ
Published on: 01st July, 2025

આજના સ્માર્ટ યુગમાં, સ્માર્ટ ટીવી પણ આપણી પ્રવૃત્તિઓ પર નજર રાખે છે. સ્માર્ટ ટીવીમાં ACR (Automatic Content Recognition) નામની ટેકનોલોજી હોય છે, જે તમે ટીવી પર શું જુઓ છો તેનો ડેટા એકત્રિત કરે છે. આ ડેટામાં મૂવી, વેબ સિરીઝ અને યુ ટ્યુબ વિડીયો જેવી માહિતી શામેલ હોઈ શકે છે. આ માહિતી બાળકો માટે યોગ્ય ન હોય તેવી જાહેરાતો દેખાડી શકે છે અને તમારા કહ્યા વિના ડેટા કોઈને મોકલી શકાય છે. આથી, ટીવી સેટિંગ્સમાં જઈ ACR, interest-based ads, voice recognition, location access અને viewing data sharing જેવા વિકલ્પો બંધ કરવા જોઈએ.