અમદાવાદના ડિવાઇસથી અવકાશનો ડેટા: 72 હજાર km/કલાકની ઝડપે રજકણો આવી રહ્યા છે, સ્પેસશટલ બનાવવામાં માહિતી કામ લાગશે.
અમદાવાદના ડિવાઇસથી અવકાશનો ડેટા: 72 હજાર km/કલાકની ઝડપે રજકણો આવી રહ્યા છે, સ્પેસશટલ બનાવવામાં માહિતી કામ લાગશે.
Published on: 31st January, 2026

અમદાવાદની PRL દ્વારા બનાવાયેલ ડિવાઇસે અવકાશમાંથી ડેટા મોકલ્યો છે. આ ડેટાથી પૃથ્વી પર 72 હજાર km/કલાકની ઝડપે આવતા રજકણો વિશે જાણકારી મળશે, જે સ્પેસશટલ અને સ્પેસસૂટ બનાવવામાં ઉપયોગી થશે. PRLનું DEX ઇક્વિપમેન્ટ કોસ્મિક ડસ્ટના પાર્ટીકલના મટીરીયલ અને સોર્સ વિશે જાણકારી આપે છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ હવે મંગળ અને શુક્ર ગ્રહ પર રજકણોના માપન માટે કરવાની તૈયારી ચાલી રહી છે. વિશ્વમાં માત્ર ચાર જ સંસ્થા પાસે આવી ટેક્નોલોજી છે.